વ્હાલી દીકરી યોજના 2023 (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી) | Vhali Dikri Yojana Gujarat 2023

Table of Contents

વ્હાલી દીકરી યોજના 2023 (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી) | Vhali Dikri Yojana Gujarat 2023

Vhali Dikri Yojana Gujarat 2023 : ગુજરાત સરકાર મહિલાઓ માટે તેમજ ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.

વ્હાલી દીકરી યોજના (Vhali Dikri Yojana Gujarat 2023)

યોજનાનું નામ વ્હાલી દીકરી યોજના ગુજરાત 2023 (Vahali Dikri Yojana in Gujarati 2023 )
લાભાર્થીઓ ગુજરાત ની દીકરીઓ
માહિતીની ભાષા ગુજરાતી
હેતુ ગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવું અને તેમજ દિકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું
મળવાપાત્ર રકમ એક લાખને દસ હજાર રૂપિયા (1,10,000)
અરજી કરવાનો સમય દીકરી ના જન્મ પછી એક વર્ષના સમય દરમ્યાન
વેબસાઈટ https://wcd.gujarat.gov.in/

વ્હાલી દીકરી યોજના નો હેતુ – Purpose of Vahli Dikri Yojana 2023

આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વ્હાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખની દસ રૂપિયા સુધી આપવામાં આવે છે અને આ સહાય એ આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખને દસ હઝાર રૂપિયા  (1,10,000) સુધી આપવામાં આવે છે અને આ સહાય એ ત્રણ હપ્તામાં  આપવામાં આવે છે.

વ્હાલી દીકરી યોજનામાં શું લાભ મળશે?

  • દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય.
  • દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.
  • દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
  • દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.

વ્હાલી દીકરી યોજના સ્વ-ઘોષણાનો નમૂનો

ગુજરાત રાજ્યમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં વિવિધ વિભાગોમાં એફિડેવિટ ની જોગવાઈમાં સુધારો કરવામાં આવેલો છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના જુદાજુદા વિભાગો દ્વારા ચાલતી એફિડેવિટ ની પ્રક્રિયા રદ કરીને સરકાર દ્વારા સ્વ ઘોષણા ની પ્રક્રિયા અમલમાં મુકવામાં આવી છે અને આ યોજના હેઠળ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી વ્હાલી દીકરી યોજના માં સોગંદનામાની જોગવાઈ બાબતે નવો ઠરાવ આપવામાં આવેલો છે.
ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતો ઠરાવ ક્રમાંક: મસક/132019/1181/અ(પા.ફા.), તારીખ: 04/04/2022 સરકાર દ્વારા સોગંદ ની પ્રક્રિયા કેન્સલ કરવામાં આવેલી છે હવે પછી જ્યારે ગુજરાત રાજ્યના લોકો વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે સમક્ષ અધિકારી કરેલા દંપતીના સોગંદનામાં ને બદલે હવે અનુચ્છેદ મુજબ સ્વ ઘોષણા કરવાનું જરૂરી છે.

વ્હાલી દીકરી યોજનામાં લાભાર્થી દીકરીને કુલ ત્રણ હપ્તામાં સહાયની રકમ ચૂકવવામાં આવશે. આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને ત્રણ હપ્તામાં કુલ રૂપિયા 110000 (એક લાખ દસ હજાર) મળવા પાત્ર થશે.

પ્રથમ હપ્તામાં  લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/-  (ચાર હજાર રૂપિયા) મળવાપાત્ર થશે.

બીજો હપ્તો પેટે  લાભાર્થી દીકરી નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.

છેલ્લા હપ્તા થશે.અને અંતિમ હપ્તા પેટે  લાભાર્થી દીકરી 18 વર્ષની ઉંમર કરે તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.

નોંધ:- વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થી દીકરી 18 વર્ષ પહેલાં મૃત્યુ પામે તો ‘બાકી સહાય’ મળવાપાત્ર થશે નહીં.

Gujarat Vhali Dikri Yojana Gujarat 2023

Vhali Dikri Yojana ની પાત્રતા

1. તા.02/08/2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

2. દંપતિ(પતિ-પત્ની)ની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

3. અપવાદરૂપ(ખાસ) કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દિકરીઓનો જન્મ થાય અને દંપતિની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને vahali dikri yojana નો લાભ મળવાપાત્ર થશે.

4. વ્હાલી દીકરી યોજના આવક મર્યાદા બાબતે ઠરાવની જોગવાઈ મુજબ લાભ મેળવવા માટે દંપતિની (પતિ-પત્નીની સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા (Vahali Dikri Yojana Income Limit) ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રૂ. 200000/- (બે લાખ) કે તેથી ઓછી હોવી જોઈએ.

5. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતિની દીકરીઓને જ વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

Vhali Dikri Yojana
Source: Women & Child Development Department (WCD) | Government of Gujarat

Vhali Dikri Yojana Document

1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર

2. દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)

3. માતા-પિતાના આધારકાર્ડ

4. માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર

5. આવકનો દાખલો

6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા

7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)

8. વ્હાલી દીકરી યોજનાનું નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સમક્ષ કરેલું દંપતિનું સોગંદનામું

9. અરજદારના રેશનકાર્ડની નકલ.

Vhali Dikri Yojana : અરજી ફોર્મ ક્યાંથી મેળવવું અને ક્યાં આપવું

1. ગ્રામસ્તરે સંકલિત બાળ વિકાસ યોજના(ICDS) દ્વારા ચાલતી આંગણવાડી કેન્દ્ર પરથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે તથા ગ્રામ પંચાયત ખાતે Digital Gujarat Portal ની કામગીરી કરતા VCE (Village Computer Entrepreneur) પાસેથી પણ વિનામૂલ્યે મેળવી શકો છો.

2. તાલુકાસ્તરે જિલ્લા પંચાયત હસ્તક આવેલી તાલુકા “સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી(ICDS)” ની કચેરી ખાતેથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે.

3. જિલ્લા સ્તરે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વ્હાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ વિનામૂલ્યે(મફત) મળશે.

Vhali Dikari Yojana form pdf

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના ઠરાવના આધારે લાભાર્થીઓના લાભ મેળવવા સરળતા રહે તે માટે અધિકૃત અરજીપત્રક જાહેર કરેલ છે. vahali dikri yojana 2023 form મેળવવા માટે Download બટન પર ક્લિક કરો.

Vhali Dikri Yojana Important Link

Vhali Dikri Yojana બાબતે અન્ય માહિતી:

વ્હાલી દીકરી યોજના માહિતી બાબતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવેલ છે.  Vahali Dikari Yojana in Gujarat 2023 માં સુધારા ઠરાવ અન્‍વયે Covid-19 તથા લોકડાઉનને કારણે અરજી ન કરી શકનાર અરજદારો માટે આ મુદ્દતમાં વધારો કરવામાં આવેલ છે જેમાં તા- 02/08/2019 થી તા- 31/03/2020 સુધીમાં જન્મેલ દીકરીના કિસ્સામાં અરજી કરવાની સમયમર્યાદામાં 6 મહિના વધારો કરવામાં આવેલ છે. દીકરીના જન્મની તારીખથી 18 મહિનાની અંદર અરજી કરવાની રહેશે.

Vhali Dikri Yojana : FAQ

1. વ્હાલી દીકરી યોજના અન્‍વયે આવક અંગેનું પ્રમાણપત્ર રેશનકાર્ડ મુજબ કુંટુબના વડા એટલે કે દીકરીના દાદાનું કે દાદીનું ચાલે?

  • વ્હાલી દીકરી યોજનાના ઠરાવની જોગવાઈ મુજબ “દીકરીના માતા-પિતાની કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર માંગેલ હોવાથી સંયુક્ત રેશનકાર્ડ મુજબ દીકરીના ‘દાદા કે દાદી” ચાલે નહીં.

2.વ્હાલી દીકરી યોજનાનું સોગંદનામું માટે કોઈ નિયત નમૂના ખરો?

  • વ્હાલી દીકરી યોજના સોગંદનામું માટે નમૂનો અરજી ફોર્મ સાથે જ નિયત સોગંદનામું માટે આપેલ છે જેથી તેના મુજબ કરવાનું રહેશે.

3. vhali dikri yojana helpline number & vahali dikri yojana toll free number નંબર ખરો?

  • વ્હાલી દીકરી યોજના માહિતી માટે હેલ્પલાઈન નંબર માટે સંબંધિત જિલ્લાકક્ષાએ આવેલી “જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી” ખાતે વ્હાલી દીકરી યોજનાની વધુ માહિતી મળી રહેશે.

Leave a Comment