10th Pass Driver Recruitment: 10 પાસ માટે ડ્રાઈવરની સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, પગાર પણ ₹ 69,100 સુધી
10th Pass Driver Recruitment: શું તમે પણ રોજગાર ની શોધમાં છો અથવા તમને પણ નોકરીની જરૂર છે તો અમે તમારા માટે રોમાંચક ખબર લઈને આવ્યા છીએ કારણ કે ધોરણ 10 પાસ માટે ડ્રાઈવરની સરકારી નોકરી મેળવવાની સોનેરી તક આવી ગઈ છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને નોકરીની સૌથી વધારે જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ ને પહોંચાડજો.
10th Pass Driver Recruitment | ITBP Driver Recruitment 2023
સંસ્થાનું નામ | ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ |
પોસ્ટનું નામ | કોન્સ્ટેબલ (ડ્રાઈવર) |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 12 જૂન 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 27 જૂન 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 26 જુલાઈ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://itbpolice.nic.in/ |
મહત્વ ની તારીખ:-
દોસ્તો, આ ભરતી ની સૂચના 12 જૂન 2023 ના રોજ ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) દ્વારા બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ 27 જૂન 2023 અને આ ભરતી ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 જુલાઈ 2023 છે.
પોસ્ટનું નામ:
સુચનામાં જણાવ્યા પ્રમાણે ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ(ITBP) દ્વારા કોન્સ્ટેબલ (ડ્રાઈવર)ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
કુલ ખાલી જગ્યા:
ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ(ITBP)ની આ ભરતીમાં કુલ 458 ડ્રાઈવરની ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.
પગારધોરણ:-
ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સની (ITBP) આ ભરતીમાં ઉમેદવારો ની પસંદગી કર્યા બાદ ઉમેદવારોને માસિક દરે રૂપિયા 21,700 થી 69,100 સુધી પગાર આપવાનું રહેશે . પગારની સાથે ઉમેદવારને અન્ય ઘણા લાભો પણ મળી શકે છે.
લાયકાત:
દોસ્તો, ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ(ITBP)ની આ ભરતીમાં અરજી કરવા માટે ની શરત આ છે કે આ ભરતી માં અરજી કરવા માટે તમારે ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે તથા તમારી પાસે ભારે વાહન ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા:
ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ(ITBP) ની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે આપેલ પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.
- શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)
- શારીરિક ધોરણોની કસોટી (PST)
- લેખિત પરીક્ષા
- દસ્તાવેજ ચકાસણી
- ડ્રાઇવિંગ ટેસ્ટ
- તબીબી પરીક્ષા
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ :-
જો તમે અરજી કરવા ઈચ્છો છો તો તમારે નીચે આપેલા ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ
- લિવિંગ સર્ટિફિકેટ
- ફોટો
- સહી તથા અન્ય
અરજી કેવી રીતે કરવી?
- સૌ પેહલા નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત download કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેકાશો.
- હવે તમે ITBPની સત્તાવાર વેબસાઈટ http://recruitment.itbpolice.nic.in/ પર જઈ રેજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી અને પાસવર્ડ ની મદદથી લોગ ઈન કરી દો.
- હવે આ ફોર્મ માં આપેલ તમામ details ભરી દો તથા તેની સાથે જરૂરી document ને અપલોડ કરી દો.
- આ રીતે તમારું ફોર્મ સંપૂર્ણ રીતે ભરાઈ જશે.
Kheti Bank Recruitment For 163 Post for Clerk, Assistant & Other Posts 2023